આ માહિતી સમજાવે કે જ્યારે તમે મેમોરિયલ સ્લોઅન કેટરિંગ (MSK) માં લિમ્ફોમાની કીમોથેરાપી સારવાર શરૂ કરો ત્યારે તમારે શું જાણવું જોઈએ. તેમાં તમારા આરોગ્યસંભાળ પ્રદાતાને ક્યારે કૉલ કરવો અને તમારે સારવાર દરમિયાન શું ટાળવું જોઈએ તેની માહિતી સામેલ છે.
તમારી નર્સ તમને તમારી કિમોથેરાપી સારવાર વિશે માહિતી આપશે. તેમાં તમને જે દવા આપી છે તેનો અને તમારી સારવાર દરમિયાન તમને થતી આડઅસરો વિશેની માહિતીનો સમાવેશ થાય છે. કિમોથેરાપીની આડઅસરોને કેવી રીતે મેનેજ કરવી તે વિશે જાણવા કૃપા કરી રિસોર્સ Managing Your Chemotherapy Side Effects વાંચો.
કિમોથેરાપી દરમિયાન કઈ બાબતોથી દૂર રહેવું
તમારી કિમોથેરાપી સારવાર દરમિયાન તમારે નીચેની બાબતોથી દૂર રહેવું જરૂરી છે:
-
કેટલીક રસીઓ લેવી એવી કેટલીક રસીઓ છે જે તમારે તમારી સારવાર દરમિયાન ન લેવી જોઈએ, જેમ કે લાઈવ રસીઓ. પરંતુ અન્ય એવી રસીઓ પણ છે જે તમારા આરોગ્યસંભાળ પ્રદાતા તમને લેવા માટે ભલામણ કરશે, જેમ કે ઈન્ફલ્યુએન્ઝા (ફ્લૂ) અથવા ન્યુમોવેક્સ ®(ન્યુમોનિયા) રસીઓ. જો તમારે રસી લેવાની જરૂર હોય, તો તમારે કીમોથેરાપી શરૂ કરતા પહેલા તે લેવી જોઈએ.
- જો તમારે COVID-19 રસી લેવી હોય, તો પહેલા તમારા આરોગ્યસંભાળ પ્રદાતા સાથે વાત કરો.
- જો તમે કોઈ વ્યક્તિને ઓળખો કે જેને હાલમાં લાઈવ રસી લીધી છે ( રોટાવાયરસ અથવા અછબડા), તો તમારા આરોગ્યસંભાળ પ્રદાતા સાથે વાત કરો. તેમને પૂછો તમારા માટે આ વ્યક્તિની નજીક રહેવામાં કોઈ વાંધો નથી ને.
- એવી વ્યક્તિ નજીક હોવું જેને ચેપ લાગ્યો છે અથવા હાલમાં જ ચેપ લાગ્યો હતો.
- જરૂરી ન હોય એવી દાંતોની પ્રક્રિયા, સિવાય કે તમારા આરોગ્યસંભાળ પ્રદાતાએ હા પાડી હોય. આમાં નિયમિત સફાઈનો સમાવેશ થાય છે
-
એસ્પિરિન, એસ્પિરિન ધરાવતી દવાઓ અને નોનસ્ટીરોઈડલ એન્ટી-ઈન્ફ્લેમેટરી દવાઓ (NSAIDs), જેમ કે આઈબુપ્રોફેન (એવિલ® અથવા મોર્ટીન®) અને નેપ્રોક્સેન (એલેવ®) લેવી.
- વધુ માહિતી માટે સ્ત્રોતHow To Check if a Medicine or Supplement Has Aspirin, Other NSAIDs, Vitamin E, or Fish Oil વાંચો.
- કાઉન્ટર પર મળતી દવાઓ (પ્રિસ્ક્રિપ્શન વગર તમે જે દવાઓ ખરીદો છો), સિવાય કે તમારા આરોગ્યસંભાળ પ્રદાતાએ હા પાડી હોય.
- કેટલાક વિટામિનો કે સપ્લિમેન્ટ્સ લેવા. કેટલાક વિટામિનો કે સપ્લિમેન્ટ્સ તમારી સારવારને અસર કરી શકે છે. તમે જે વિટામિનો કે સપ્લિમેન્ટ્સ લો છો તે વિશે તમારા આરોગ્યસંભાળ પ્રદાતાને વાત કરો.
- એનિમા (મળ ત્યાગ કરાવવા ગુદાની અંદર નાખવામાં આવતું પ્રવાહી), સપોઝાઈટરીઝ (તમારા ગુદા દ્વારા દાખલ કરવામાં આવતી દવા), અને રેક્ટલ થર્મોમીટર્સનો ઉપયોગ કરવો.
-
ગર્ભવતી થવું અથવા તમારા જીવનસાથીનું ગર્ભવતી થવું.
- વધુ માહિતી માટે, સ્ત્રોત Sex and Your Cancer Treatment વાંચો.
- સૂર્યસ્નાન લેવું. જો તમારે તડકામાં રહેવું પડે તો 30 કે તેથી વધુ SPF ના સનસ્ક્રીનનો ઉપયોગ કરો. લાંબી બાંયના શર્ટ , પહોળી કિનારવાળો ટોપો અને સ્કાર્ફ પહેરો. શક્ય હોય એટલા વધુ છાંયામાં રહો.
- તમારા નખ કાપેલા રાખો (મેનિક્યોર અને પેડિક્યોર)
- ગરમ ટબમાં જવું.
- લાંબા અંતરની મુસાફરી કરવી. જો તમારે મુસાફરી કરવી પડે એમ હોય તો પહેલા તમારા ડૉક્ટર સાથે વાત કરો.
તમારા સ્વાસ્થ્ય સારવાર પ્રદાતાને ક્યારે કોલ કરવો
જો તમને નીચેનામાંથી કંઈ જણાય તો તમારા સ્વાસ્થ્ય સારવાર પ્રદાતાને કોલ કરો:
- 100.4° F (38° C) કે તેથી વધુ તાવ હોય
-
ચેપના લક્ષણો હોય જેમ કે:
- ઝાડા (પાતળા અથવા પાણી જેવા ઝાડા)
- સામાન્ય કરતા વધારે વાર યુરિન (પેશાબ) કરવા જવાની જરૂર પડતી હોય
- યુરિન (પેશાબ) કરતી વખતે બળતરા થવી.
- તમારી ત્વચા પર કે તમારા હાથ કે પગ પર લાલ, સૂજેલા અથવા નાજુક ભાગ(ગો)
- ફ્લુ જેવા લક્ષણો,જેવા કે:
- ઠંડી લાગવી
- સ્નાયુ અથવા શરીરનો દુ:ખાવો
- શિરદર્દ
- ઉધરસ
- શુષ્ક ગળું
- વહેતું નાક
- ઉલ્ટી (ઉબકા આવવા)
- થાક (સામાન્ય કરતા વધુ થાક અને નબળાઈ લાગવા)
-
રક્તસ્ત્રાવના લક્ષણો જેમ કે:
- કાળો ઝાડો (મળ) અથવા મળમાં રક્ત
- ઉઝરડા થવા
- લાલાશ પડતા ચકામા જેના પર સ્પર્શની અસર ન થવી
- નાકમાંથી લોહી વહેવું
- 2 દિવસ સુધી આંતરડામાં મળનું હલનચલન ન થવું
- તમે ખોરાક કે પીણાં સહન કરી શકતા નથી
- નવો અથવા વધુ અસહ્ય બનતો દુ:ખાવો
- તમારા દાંત અથવા મોંમા કોઈ તકલીફ હોવી.