આ માહિતી તમને MSK ખાતે તમારી વર્ચ્યુઅલ કોલોનોસ્કોપી માટે તૈયાર થવામાં મદદ કરશે.
તમારી વર્ચ્યુઅલ કોલોનસ્કોપી વિશે
વર્ચ્યુઅલ કોલોનોસ્કોપી (VC) એ કોલોરેક્ટલ કેન્સરના ચિહ્નો જોવા માટેનું એક પરીક્ષણ છે. તમારા ડૉક્ટર તમારા કોલોન (મોટા આંતરડા) અને ગુદામાર્ગ (તમારા કોલોનનો છેલ્લો ભાગ) ના અસ્તરમાં પોલિપ્સની શોધ કરશે. પોલીપ્સ એ એવી વૃદ્ધિ છે જે સામાન્ય રીતે કેન્સરગ્રસ્ત નથી પણ કેન્સર બની શકે છે. તમારા ડૉક્ટર કોઈપણ સમસ્યાઓ માટે તમારા પેડુ (પેટ) અને પેલ્વિસના ભાગોને પણ તપાસશે.
VC ને કેટલીકવાર કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT) કોલોનોગ્રાફી પણ કહેવામાં આવે છે. તે તમારા કોલોન અને ગુદામાર્ગની અંદરના 3D ચિત્રો લેવા માટે સીટી સ્કેનનો ઉપયોગ કરે છે. આ તમારા ડૉક્ટરને સ્કોપનો ઉપયોગ કર્યા વિના તમારા આંતરડાની અંદર જોવામાં મદદ કરે છે. સ્કોપ એ નિયમિત કોલોનોસ્કોપી દરમિયાન ગુદામાર્ગમાં મૂકવામાં આવતી લવચીક નળી છે.
કોલોરેક્ટલ કેન્સર અને પોલિપ્સ માટે સ્ક્રીનીંગ
કોલોરેક્ટલ કેન્સર અને પોલિપ્સ માટે સ્ક્રીનીંગ (તપાસ) 45 વર્ષની ઉંમરે શરૂ થવી જોઈએ. જો તમને કોલોરેક્ટલ કેન્સરનો કૌટુંબિક ઇતિહાસ હોય તો તમારા ડૉક્ટર તમને 45 વર્ષની ઉંમર પહેલાં સ્ક્રીન કરાવવાની ભલામણ કરી શકે છે. તેનો અર્થ એ છે કે રક્ત દ્વારા તમારા સંબંધી નજીકના કુટુંબના સભ્ય (માતાપિતા, ભાઈ-બહેન અથવા બાળકો) ને કોલોરેક્ટલ કેન્સર થયું છે.
જો તમારા ડૉક્ટરને મોટી પોલીપ અથવા વૃદ્ધિ જોવા મળે, તો તમારે તેને દૂર કરવા માટે નિયમિત કોલોનોસ્કોપી કરાવવાની જરૂર પડી શકે છે. મોટી પોલીપ 3/8 ઇંચ (1 સેન્ટિમીટર) અથવા મોટી હોય છે. મોટા પોલીપ્સ દૂર કરવા જોઈએ કારણ કે તે કેન્સરમાં પરિવર્તિત થવાની સંભાવના વધારે છે.
પ્રક્રિયા પહેલા
તમારી પ્રેપ કિટ લો
તમારા VC પહેલાં, તમારે તમારા કોલોનને સાફ (ખાલી) કરવાની જરૂર પડશે. આમ કરવા, તમારે MSK ફાર્મસીમાંથી નીચેની વસ્તુઓ લેવાની જરૂર પડશે:
- બિસાકોડાઈલ (Dulcolax®) ની 2 (5 મિલિગ્રામ) ટેબ્લેટ્સ. તમને 10 ટેબ્લેટનું એક બોક્સ આપવામાં આવશે, પણ તમને માત્ર 2 લેવાની જરૂર પડશે.
-
Iohexol (આયોહેક્સોલ) 350 ની 1 (50 મિલીલીટર) બોટલ (ઓમ્નિપેક®). આ એક કોન્ટ્રાસ્ટ ડાઈ છે જે તમારા VC દરમિયાન તમારા મોટા આંતરડાને જોવાનું આસાન બનાવશે.
- આયોહેક્સોલને રેફ્રિજરેટરમાં ન મુકો.
- બોટલને સીધા સૂર્યપ્રકાશમાં સંગ્રહિત કરશો નહીં.
-
બેરિયમ સલ્ફેટ સસ્પેન્સન પ્રવાહીની 1 (225 મિલિલીટર) બોટલ. આ એક અન્ય પ્રકારની કોન્ટ્રાસ્ટ ડાઈ છે.
- બેરિયલ સલ્ફેટને તમે રેફ્રિજરેટરમાં અથવા સામાન્ય ઓરડાના તાપમાનમાં રાખી શકો છો.
- 1 (8.3 ઔંસ અથવા 238 ગ્રામ) પોલિઇથિલિન ગ્લાયકોલ (MiraLAX ®) ની બોટલ.
તમને આની પણ જરૂર પડશે:
-
લાલ, જાંબલી કે કેસરી ન હોય એવા કોઈપણ શુદ્ધ પ્રવાહીના 64 ઔંશ. તમારે આને MiraLAX સાથે મિક્સ કરવાની જરૂર પડશે. તેને ઓરડાના તાપમાને રાખો.
- Gatorade® (ગેટોરેડ) અથવા Powerade® (પાવરેડ) જેવું સ્પોર્ટ્સ ડ્રિંક એ સારી પસંદગી છે. સ્પોર્ટ્સ ડ્રિંક્સ ઇલેક્ટ્રોલાઇટ્સને બદલવામાં મદદ કરશે જે તમે આંતરડાની તૈયારી દરમિયાન ગુમાવશો.
- જો તમને ડાયાબિટીસ છે તો સુગર-ફ્રી ક્લિયર પ્રવાહી લો છે એની ખાતરી કરો.
- MiraLAX અને 64 ઔંસ સ્પષ્ટ પ્રવાહીને મિશ્રિત કરવા માટેનું વાસણ અથવા બોટલ.
તમારી દવાઓ વિશે પૂછો
તમારે તમારી સામાન્ય દવાઓ લેવાનો સમય બદલવાની જરૂર પડી શકે છે. આ એટલા માટે છે કે તમે તમારી અન્ય દવાઓ લેવાના સમયે તમારી આંતરડાની તૈયારીની દવા લેતા નથી. તમારી આંતરડાની તૈયારીની દવા લીધાના 1 કલાક પહેલા અથવા 1 કલાક પછી તમારી સામાન્ય દવાઓ લેવાની યોજના બનાવો. જો તમને તમારા દવાના સમયનું આયોજન કરવામાં મુશ્કેલી આવી રહી હોય, તો તમારા આરોગ્યસંભાળ પ્રદાતાને કૉલ કરો.
એન્ટીકોએગ્યુલન્ટ્સ (રક્ત પાતળું કરનાર)
બ્લડ થિનર્સ (રક્ત પાતળું કરનાર) એવી દવાઓ છે જે તમારા લોહીના ગંઠાવાની રીતને અસર કરે છે.
સામાન્ય લોહીને પાતળા કરનારના ઉદાહરણો નીચે દર્શાવ્યા છે. અન્ય પણ છે, તેથી ખાતરી કરો કે તમારી સંભાળ લેનારી ટીમ તમે લો છો તે તમામ દવાઓ વિશે જાણે છે. તમારી સંભાળ ટીમના કોઈ સભ્ય સાથે વાત કર્યા વિના તમારી લોહી પાતળું કરવાની દવા લેવાનું બંધ કરશો નહીં.
|
|
કોન્ટ્રાસ્ટ ડાઈ
કોન્ટ્રાસ્ટ એ એક વિશિષ્ટ ડાઇ છે જે તમારા ડૉક્ટર માટે તમારા શરીરની અંદરના અવયવોમાં તફાવત જોવાનું સરળ બનાવે છે. તમારા સ્કેન પહેલા તમને પીવા માટે ઓરલ કોન્ટ્રાસ્ટ મળશે. જો તમને ભૂતકાળમાં કોન્ટ્રાસ્ટ ડાઇની પ્રતિક્રિયા (જેમ કે શિળસ) આવી હોય, તો તમારી સંભાળ ટીમને જણાવો. આમાં બેરિયમ અને આયોડિનેટેડ કોન્ટ્રાસ્ટનો સમાવેશ થાય છે.
જો તમે ઓરલ કોન્ટ્રાસ્ટ વગર VC લઈ રહ્યા હો, તો વાંચો \How to Get Ready for Your Virtual Colonoscopy Without Oral Contrast.
ડાયાબિટીસની દવા
- જો તમે ડાયાબિટીસ માટે ઇન્સ્યુલિન કે કોઈ બીજી દવા લેતા હો તો તમારે ડોઝમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. તમારી ડાયાબિટીસની દવા લખનાર આરોગ્યસંભાળ પ્રદાતાને પૂછો કે તમારી પ્રક્રિયાના આગલા દિવસે અને સવારે શું કરવું. તેમને કહો કે તમે તમારી પ્રક્રિયાના આગલા દિવસે સ્પષ્ટ પ્રવાહી આહારનું પાલન કરશો.
- જો તમે તમારા બ્લડ સુગર (ગ્લુકોઝ) સ્તરનું નિરીક્ષણ કરતા હો, તો તમારા આરોગ્યસંભાળ પ્રદાતાને પૂછો કે શું તમારે તે જ મોનિટરિંગ શેડ્યૂલ પર રહેવું જોઈએ. જો તમારી બ્લડ સુગર 70 થી નીચે આવે તો તેમને કૉલ કરો.
તમારી ત્વચા પરથી ઉપકરણોને દૂર કરો
તમે તમારી ત્વચા પર ચોક્કસ ડિવાઇસો પહેરી શકો છો. તમારું સ્કેન અથવા પ્રક્રિયા પહેલાં, ડિવાઇસ બનાવનાર ભલામણ કરે છે કે તમે તમારા ડિવાઇસ ઉતારો:
- સતત ગ્લુકોઝનું મોનિટરિંગ (CGM)
- ઇન્સ્યુલિન પંપ
તમારે તમારા ઉપકરણને બદલવાની જરૂર હોય તે તારીખની નજીક તમારી અપોઇન્ટમેન્ટના શેડ્યૂલ વિશે તમારા આરોગ્યસંભાળ પ્રદાતા સાથે વાત કરો. ખાતરી કરી લો કે તમારી પાસે તમારી સ્કેન અથવા પ્રક્રિયા પછી ચાલુ કરવા માટે તમારી સાથે એક વધારાનું ઉપકરણ છે.
જ્યારે તમારું ડિવાઇસ બંધ હોય ત્યારે તમારા ગ્લુકોઝનું સંચાલન કેવી રીતે કરવું તે વિશે તમને ખાતરી ન હોઈ શકે. જો એમ હોય તો, તમારી એપોઇન્ટમેન્ટ પહેલાં, તમારી ડાયાબિટીસની કાળજીનું સંચાલન કરતા આરોગ્યસંભાળ પ્રદાતા સાથે વાત કરો.
તમારી પ્રોસીઝરના 3 દિવસ પહેલા
ચોક્કસ પ્રકારનો આહાર લેવાનું ટાળો
પચવામાં કઠિન હોય તેવો ખોરાક ન ખાવો. તેઓ તમારા આરોગ્યસંભાળ પ્રદાતા માટે તમારા VC દરમિયાન લીધેલા ચિત્રોમાં તમારા અંગોને જોવાનું મુશ્કેલ બનાવી શકે છે. જો આવું થાય તો તમારે ફરીથી પ્રક્રિયા કરવાની જરૂર પડી શકે છે.
પચવામાં ભારે હોય એવા ખોરાકના ઉદાહરણો છે:
- કાચા ફળો અને શાકભાજી. રાંધેલા કે ડબ્બા-પેક તૈયાર હોય એવા શાકભાજી તમે લઈ શકો છો.
- કેનમાં મળતી મકાઈ સહિત આખી કર્નલ મકાઈ.
- પોપકોર્ન (ઘાણી).
- બટાકાની છાલ.
- આખા અનાજ (જેમ કે ઓટમીલ, બ્રાઉન રાઇસ, ક્વિનોઆ અથવા ઘઉંની બ્રેડ).
- બીજ (જેમ કે ખસખસ અથવા તલ).
- નટ્સ.
તમારી પ્રક્રિયાના એક દિવસ પહેલા
તમારી MiraLAX બોવેલ પ્રિપ્રેશન (આંતરડાની તૈયારી) તૈયાર કરો
તમારી પ્રક્રિયાના આગલા દિવસે સવારે, બધા 238 ગ્રામ MiraLAX (મિરાલેક્સ) પાવડરને 64 ઔંસ ઓરડાના તાપમાને સ્પષ્ટ પ્રવાહી સાથે મિક્સ કરો. મિરાલેક્સ પાવડર ઓગળી જાય ત્યાં સુધી તેને મિક્સ કરો. મિરાલેક્સ ઓગળી જાય પછી, તમે મિશ્રણને રેફ્રિજરેટરમાં મૂકી શકો છો. જ્યારે તે ઠંડુ થાય છે ત્યારે ઘણા લોકોને તેનો સ્વાદ વધુ સારો લાગે છે.
તમારી પ્રક્રિયા પહેલા દિવસની સવાર કરતાં વહેલા મિરાલેક્સને મિશ્રિત કરશો નહીં.
તમારા આંતરડાની તૈયારી શરૂ કરો
તમારી આંતરડાની તૈયારી દરમિયાન, તમે રેચક અને કોન્ટ્રાસ્ટ દવાઓ લેશો. આ સૂચનાઓને કાળજીપૂર્વક અનુસરો. તમારી VC માટે તમારું મોટું આંતરડું ખાલી હોય એ ખૂબ જ અગત્યનું છે. જો તમારા કોલોન (આંતરડા) ખાલી ન હોય, તો તમારા કોલોનની અંદર પોલિપ્સ અથવા અન્ય સમસ્યાઓ જોવાનું મુશ્કેલ બનશે. જો આવું થાય, તો તમારે ફરીથી પ્રક્રિયા કરવાની જરૂર પડી શકે છે.
જો તમને કોઈ પ્રશ્નો હોય, તો તમારા આરોગ્યસંભાળ પ્રદાતાની ઑફિસમાં કૉલ કરો.
શુદ્ધ પ્રવાહી આહારને અનુસરો
તમારી પ્રોસીઝરના એક દિવસ પહેલા તમારે શુદ્ધ પ્રવાહી આહાર લેવાનું ચાલું કરવાની જરૂર પડશે. સ્પષ્ટ પ્રવાહી આહારમાં ફક્ત તે જ પ્રવાહીનો સમાવેશ થાય છે જે તમે જોઈ શકો છો. તમે “ક્લીયર લિક્વિડ ડાયેટ (સ્પષ્ટ પ્રવાહી આહાર)” કોષ્ટકમાં ઉદાહરણો શોધી શકો છો.
જ્યારે તમે સ્પષ્ટ પ્રવાહી આહારનું પાલન કરો છો:
- કોઈપણ નક્કર ખોરાક ન ખાવો.
- તમે જાગતા હો ત્યારે દર કલાકે ઓછામાં ઓછું 1 (8-ઔંસ) કપ સ્પષ્ટ પ્રવાહી પીવાનો પ્રયાસ કરો.
- વિવિધ પ્રકારના સ્પષ્ટ પ્રવાહી પીવો. માત્ર પાણી, કોફી અને ચા પીશો નહીં.
- લાલ, જાંબલી કે નારંગી રંગનું કંઈપણ પીશો નહીં.
તમારા આંતરડાની સફાઈના દરેક પગલાં વચ્ચે તમારી ઈચ્છા મુજબ વધુમાં વધુ શુદ્ધ પ્રવાહી પી શકો છો. રાત્રિના સમયે શુદ્ધ પ્રવાહી લેવાનું બંધ કરો.
સ્પષ્ટ પ્રવાહી આહાર | ||
---|---|---|
પીવું ઠીક છે | શું ન પીવું | |
સૂપ |
|
|
ગળી વાનગી |
|
|
પીણાં |
|
|
તમારા આંતરડા સફાઈના સમયપત્રકનું પાલન કરો
તમારા VCના આગલા દિવસ પહેલા તમારી આંતરડાની તૈયારીની દવા લેવાનું શરૂ કરો. આ વિભાગમાં રહેલ દવા લેવાના સમયપત્રકનું પાલન કરો.
તમારે તમારી સામાન્ય દવાઓ લેવાનો સમય બદલવાની જરૂર પડી શકે છે. જો તમે સામાન્ય રીતે તે સમયે તમારી દવાઓ લો છો જ્યારે તમે તમારી આંતરડાની તૈયારી માટેની દવાઓમાંથી કોઈ એક લેવા માંગતા હો, તો તમારી સામાન્ય દવાઓ 1 કલાક પહેલાં અથવા 1 કલાક પછી લેવાની યોજના બનાવો. જો તમને તમારા દવાના સમયનું આયોજન કરવામાં મુશ્કેલી આવી રહી હોય, તો તમારા આરોગ્યસંભાળ પ્રદાતાને કૉલ કરો.
જો તમને કોઈ પ્રશ્નો હોય, તો 212-639-7280 પર કૉલ કરો. જો ઑફિસ બંધ હોય, તો 212-639-2000 પર કૉલ કરો અને કૉલ પર રેડિયોલોજી બૉડી વ્યક્તિ માટે પૂછો.
આંતરડાની સફાઈ કરવા માટેનું સમયપત્રક
પગલું 1: બિસાકોડાઈલ ટેબ્લેટ્સ
કોઈપણ સમયે સવારે 9 વાગ્યા પહેલા, 2 (5 મિલિગ્રામ) બિસાકોડિલ ગોળીઓ લો.
- 1 (8-ઔંશ) ગ્લાસ શુદ્ધ પ્રવાહી સાથે તેને લો.
- તેમને ચાવશો કે કચડશો નહીં.
- એન્ટાસિડ (હ્રદયદાહ અથવા પેટમાં દુખાવો દૂર કરવા માટેની દવા) લીધાના 1 કલાકની અંદર તેમને ન લો. એન્ટાસિડ્સના ઉદાહરણોમાં કેલ્શિયમ કાર્બોનેટ (જેમ કે ટમ્સ ®) અને હિસ્ટામાઇન-2 બ્લૉકર (જેમ કે Zantac®) નો સમાવેશ થાય છે. વધુ માહિતી માટે તમારા હેલ્થકેર પ્રદાતાને પૂછો.
બિસાકોડીલ ટેબ્લેટ્સ તમે તેને લીધા પછી લગભગ 6 થી 8 કલાક પછી તમને આંતરડાની હિલચાલ (મળ) કરાવશે. આ તમને સ્ટેપ 2 અને સ્ટેપ 3 માં લેક્સેટિવને વધુ સારી રીતે કામ કરવામાં મદદ કરશે. તમે આ ગોળીઓ લઈ શકો છો અને હજી પણ સામાન્ય પ્રવૃત્તિઓ કરી શકો છો. તેઓ ભાગ્યે જ ઝાડા (ઢીલો અથવા પાણીયુક્ત મળ) નું કારણ બનશે.
પગલું 2: મિરાલેક્સ મિશ્રણનો પ્રથમ ભાગ
બપોરે 1 વાગ્યે, મિરાલેક્સ મિશ્રણનો અડધો ભાગ પીવો.
- તેનો સ્વાદ ઓછો લાગે એ માટે તમે એને સ્ટ્રૉ વડે પી શકો છો.
- આ રેચક છે, તેથી તમારે વધુ વખત આંતરડાની હિલચાલ (મળ પસાર કરવાનું) શરૂ થવું જોઈએ. જેમ જેમ તમે તમારી આંતરડાની તૈયારી ચાલુ રાખશો તેમ તેમ તમારું મળ વધુ ને વધુ ઢીલું અને સ્પષ્ટ થતું જશે. તમે બાથરૂમની નજીક રહેવા માંગશો. લેક્સેટિવ કામ કરવાનું શરૂ કરે એ માટે લાગતો સમય દરેક વ્યક્તિ માટે અલગ-અલગ હોઈ શકે છે.
- જો તમારે પગલું 2 પૂર્ણ કર્યા પછી 2 કલાકની અંદર આંતરડાની હિલચાલ (મળ પસાર કરવાનું) શરૂ ન થાય, તો તમારા આરોગ્યસંભાળ પ્રદાતાને કૉલ કરો.
- દરેક વખતે ઝાડો આવ્યા પછી તમારા મળાશયની આજુબાજુની ત્વચા પર પેટ્રોલિયમ જેલી (Vaseline®) અથવા A & D® ઓઈન્ટમેન્ટ લગાડો. આ બળતરા થતી અટકાવવામાં મદદ કરે છે.
આગામી બીજા 2 કલાકમાં ઓછામાં ઓછું 4 થી 6 કપ (32 થી 48 ઔંશ) શુદ્ધ પ્રવાહી પીઓ.
પગલું 3: મિરાલેક્સ મિશ્રણનો બીજો અડધો ભાગ
સાંજે 4 વાગ્યે, મિરાલેક્સ મિશ્રણનો બીજો અડધો ભાગ પીવો. તમે પહેલા અર્ધમાં પીધું હતું તે જ રીતે પીવો.
પગલું 4: પ્રવાહી બેરિયમ સલ્ફેટ સસ્પેન્શન
સાંજે 5 વાગ્યે, પ્રવાહી બેરિયમ સલ્ફેટ સસ્પેન્શનની બોટલ પીવો.
પગલું 5: આયોહેક્સોલ
સાંજે 7 વાગ્યે, આયોહેક્સોલની બોટલ પીવી.
- તમે 8 ઔંશ સાફ જ્યુસ, પાણી કે સોડા સાથે લોહેક્સોલ મિક્સ કરી શકો છો. તમે પહેલા લોહેક્સોલ અને પછી એના ઉપર 8 ઔંશ શુદ્ધ જ્યુસ, પાણી કે સોડા પી શકો છો.
- પ્લાસ્ટિકની બોટલમાં ટોચ પર ખેંચવાનું ટેબ હોય છે, પરંતુ તમારે તેને ખેંચવાની જરૂર નથી. એના કરતા તેને દૂર કરવા ઉપરનો આખો ભાગ મરોડીને ફેરવો. કોન્ટ્રાસ્ટ પીતા પહેલા બ્લેક રબર સ્ટોપર ઉતારી લો.
- આયોહેક્સોલ બોટલ કહે છે કે તે ઈન્જેક્શન માટે છે, પરંતુ તમે તેને પી પણ શકો છો. અમે ઇચ્છીએ છીએ કે તમે તેને પીવો જેથી તે તમારા VCના સમય સુધીમાં તમારા કોલોનમાં હોય.
હવે તમારું મળ વધુ પ્રવાહી અને પીળું-સ્પષ્ટ હોવું જોઈએ. આ એવો સંકેત છે કે તમારા આંતરડા હવે સાફ થઈ રહ્યા છે. જો તમારા આંતરડા સાફ ન થઈ રહ્યાં હોય, તો 212-639-7280 પર કૉલ કરો અને નર્સ અથવા કૉલ પરના વ્યક્તિ સાથે વાત કરવાનું કહો.
મધરાત પછી પાણીની નાની ચુસ્કી સાથે તમારી દવાઓ સિવાય કંઈપણ ખાવું કે પીવું નહીં.
તમારી પ્રક્રિયાનો દિવસ
પાણીના થોડા ઘુંટ સાથે તમે ડૉક્ટરે લખી આપ્યા મુજબ સામાન્યપણે તમારે દરરોજ લેવાની દવાઓ લઈ શકો છો.
શું અપેક્ષા રાખવી
ઘણા સ્ટાફ સભ્યો તમને તમારું નામ અને જન્મ તારીખ કહેવા અને જોડણી કરવા માટે કહેશે. આ તમારી સલામતી માટે છે. સરખા અથવા સમાન નામ ધરાવતા લોકોની એક જ દિવસે સર્જરી થઈ શકે છે.
જ્યારે તમારી પ્રક્રિયા બદલવાનો સમય આવશે, ત્યારે તમને પહેરવા માટે હોસ્પિટલનો ઝભ્ભો મળશે.
તમને CT પરીક્ષણ રૂમમાં લઈ જવામાં આવશે જ્યાં તમને CT ટેબલ પર સૂવડાવવામાં આવશે. તમારા મળાશયની અંદર એક નાનકડી ટ્યુબ મૂકવામાં આવશે અને તમારા પગ કે કુલ્હાની વચ્ચે સ્થિર કરવામાં આવશે. તમને એમ લાગશે કે તમારા મળાશયની તપાસ થઈ રહી છે. ટ્યુબ તમારા કોલોનને હવા અથવા ગેસથી ફુલાવી દેશે જેથી તમારા ટેક્નોલોજિસ્ટ તેની અંદર જોઈ શકે. તમારા ટેક્નોલોજિસ્ટ તમને થોડી વાર પોઝિશન બદલવા માટે કહેશે. આ તમારા કોલોનમાં હવા અથવા ગેસને ખસેડવામાં મદદ કરવા માટે છે. તમે તમારા પડખા પર, પીઠ પર અને પેડુ (પેટ) પર સૂઈ રહેશો.
VC પીડાદાયક નથી, પરંતુ તમે થોડું પેટનું ફૂલવું, અસ્વસ્થતા અથવા ખેંચાણ અનુભવી શકો છો. તમને એવું પણ લાગશે કે તમને આંતરડાની હિલચાલ થઈ રહી છે. તમારે પ્રોસીઝર પછી તમને આવી કોઈ અનુભૂતિ નહીં થાય.
જ્યારે સીટી સ્કેનર ચિત્રો લે છે ત્યારે તમારા ટેક્નોલોજિસ્ટ તમને લગભગ 10 સેકન્ડ માટે તમારા શ્વાસને રોકવા માટે કહેશે. તેઓ ઓછામાં ઓછી 2 જુદી જુદી સ્થિતિમાં તમારા પેટ અને પેલ્વિસના ચિત્રો લેશે. આ સામાન્ય રીતે જ્યારે તમે તમારી પીઠ અને પેટ પર હો ત્યારે થાય છે.
તમારી પ્રોસીઝર પછી
- તમારી પ્રક્રિયા પછી તમે તમારા સામાન્ય આહાર પર પાછા જઈ શકો છો.
- તમે તમારા પેટમાં થોડો ખેંચાણ અનુભવી શકો છો. તમારી પ્રોસીઝર દરમિયાન ઉપયોગ થતાં ગેસને લીધે આમ થાય છે. ચાલવાથી ગેસ છૂટો પડવામાં અને તમારા ખેંચાણને ઓછું કરવામાં મદદ મળી શકે છે.
- તમારા પરિણામો મેળવવામાં સામાન્ય રીતે 2 થી 3 કામકાજી દિવસો (સોમવારથી શુક્રવાર) લાગે છે. જ્યારે પરિણામો તૈયાર થઈ જશે ત્યારે જે ડૉક્ટરે તમને તમારા VC માટે જે ડૉક્ટરે તમને મોકલ્યા હતા તે તમને કોલ કરશે.
તમારા સ્વાસ્થ્ય સારવાર પ્રદાતાને ક્યારે કોલ કરવો
જો તમને નિમ્નલિખિત હોય તો તમારા હેલ્થકેરને કોલ કરો:
- 101°F (38.4°C) અથવા તેથી વધુ તાવ.
- પેટમાં દુખાવો, હળવા ખેંચાણ સિવાય.
- તમારા ગુદામાર્ગમાંથી રક્તસ્ત્રાવ, તમારા VCના 24 કલાક પછી ટોઇલેટ પેપર પર થોડી માત્રામાં લોહી સામાન્ય છે.
- નબળાઈ અથવા ચક્કર.
- ઉબકા (તમને ઉલ્ટી થઈ જશે એવી લાગણી).
- ઉલટી (ઉલટી કરવી).