આ માહિતી તમને તમારા હ્યુમન લ્યુકોસાઇટ (લ્યુક-ઓહ-સાઇટ) એન્ટિજેન (એચએલએ) પ્રકાર અને સ્ટેમ સેલ હાર્વેસ્ટિંગ (સંગ્રહ)ને સમજવામાં મદદ કરશે. તમે આ માહિતી એટલા માટે મેળવી રહ્યા છો કારણ કે તમે સંભવિત સ્ટેમ સેલ દાતા છો કે નહી તે જોવા માટે તમારું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આ સ્ત્રોતમાં, “તમે” અને “તમારા” શબ્દો કાં તો તમે અથવા તમારા બાળકનો ઉલ્લેખ કરે છે.
સ્ટેમ સેલનું દાન કરવું એ 3-સ્ટેપની પ્રક્રિયા છે.
- એચએલએ(HLA) ટાઇપિંગ. તમારા સ્ટેમ સેલ પ્રાપ્તકર્તા (દર્દી) માટે યોગ્ય છે કે નહીં તે જોવા માટે આમ કરવામાં આવે છે.
- આરોગ્ય તપાસ. જા તમારો એચએલએ(HLA) પ્રકાર દર્દી સાથે મેળ ખાતો હોય, તો તમે સ્ટેમ સેલનું દાન કરવા માટે પૂરતા તંદુરસ્ત છો તેની ખાતરી કરવા માટે તમારી આરોગ્ય તપાસ કરાવવી પડશે.
- સ્ટેમ સેલ હાર્વેસ્ટિંગ. આ તમારા કેટલાક સ્ટેમ સેલને એકત્રિત કરવાની પ્રક્રિયા છે.
એચ.એલ.એ ટાઈપીંગ
એચએલએ(HLA) માર્કર્સ વિશે
એચએલએ(HLA) માર્કર્સ એ પ્રોટીન છે જે તમારા શરીરના મોટા ભાગના સેલ(કોષો) પર જોવા મળે છે (જુઓ આકૃતિ 1). એચએલએ (HLA) માર્કર્સ ઘણા પ્રકારના હોય છે અને અલગ-અલગ લોકો માર્કર્સની જુદી-જુદી પેટર્ન ધરાવતા હોય છે. એચએલએ(HLA) માર્કર્સ વારસામાં મળે છે (માતાપિતા પાસેથી તેમના બાળકને આપવામાં આવે છે), તેથી તમારા નજીકના પરિવારના સભ્યો (ભાઈ-બહેન, માતાપિતા અને બાળકો)માં એચએલએ(HLA) માર્કર્સની પેટર્ન તમારા જેવી જ હોવાની શક્યતા વધારે છે.
એચએલએ(HLA) માર્કર્સ એ તમારી રોગપ્રતિકારક શક્તિ માટે તમારા શરીરમાં કયા સેલ(કોષો) છે અને કયા નથી તે કહેવાની એક રીત છે. તમારી રોગપ્રતિકારક શક્તિ જાણે છે કે એચએલએ(HLA) માર્કર્સની કઈ પેટર્ન તમારા શરીર માટે સામાન્ય છે. જો તેને કોઈ સેલ(કોષ) મળે છે જેમાં માર્કર્સની એક અલગ પેટર્ન હોય છે, તો તે સેલ(કોષ) પર હુમલો કરશે અને તેને મારી નાખશે. તેથી તે મહત્વનું છે કે તમારા એચએલએ માર્કર્સ શક્ય તેટલા દર્દીના માર્કર્સ જેવા જ હોય.
એચએલએ પ્રકાર વિશે
તમારા એચએલએના પ્રકારને 2 રીતે ચકાસી શકાય છે:
- લોહીની તપાસ
- તમારા ગાલનો સ્વેબ
જો તમે સાફ-સફાઈ ના નમુનાનો ઉપયોગ કરીને તમારું એચ.એલ.એ. ટાઇપિંગ કરી રહ્યાં હોવ, તો \ગાલના સ્વેબ્સનો ઉપયોગ કરીને HLA સેમ્પલ એકત્રિત કરવા અને પરત કરવા માટેની સૂચનાઓ વાંચો.
તમારા HLA પ્રકારના પરિણામો
એમએસકે(MSK) તમારું એચએલએ(HLA) પરીક્ષણ નમૂનાને પ્રાપ્ત કરે તે પછી, તમારા પરિણામો આવવા માટે સામાન્ય રીતે 1થી 2 અઠવાડિયા લાગે છે. જા તમારા પરિણામો દર્શાવે કે તમારા એચએલએ માર્કર્સની પેટર્ન દર્દીની પેટર્ન જેવી જ છે, તો તેનો અર્થ એ થયો કે તમે સંભવિત દાતા છો. તમને જણાવવા માટે અને અમે દર્દીને કહી શકીએ છીએ કે કેમ તે પૂછવા માટે અમે તમારો સંપર્ક કરીશું. જ્યાં સુધી તમે પરવાનગી નહીં આપો ત્યાં સુધી અમે તેમને કહીશું નહીં.
જો તમે તમારા પરિણામોનું સ્ટેટસ ચકાસવા માંગતા હોવ તો:
- જો દર્દી 18 કે તેથી વધુ ઉંમરનો હોય, તો ઍડલ્ટ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ સંબંધિત દાતાની ઓફિસમાં 646-608-3732 પર કોલ કરો.
- જો દર્દીની ઉંમર 18 વર્ષથી ઓછી હોય, તો પેડિયાટ્રિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ સંબંધિત દાતાની ઓફિસમાં 212-639-8478 પર કોલ કરો.
આરોગ્ય તપાસ
જો તમે દાનની પ્રક્રિયા સાથે આગળ વધવા માટે તૈયાર છો, તો તમે દાન કરવા માટે પૂરતા તંદુરસ્ત છો તેની ખાતરી કરવા માટે તમારી પાસે કેટલાક પરીક્ષણો હશે. આ પરીક્ષણોમાં સામાન્ય રીતે ફોન દ્વારાઆરોગ્ય તપાસ અને રૂબરૂમાં આરોગ્ય તપાસ શામેલ હોય છે. અમે તમને તમારા તબીબી રેકોર્ડ્સની નકલો માટે પણ પૂછી શકીએ છીએ.
રૂબરૂમાં આરોગ્ય તપાસ દરમિયાન, તમારી શારીરિક તપાસ, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ઇકેજી), છાતીનો એક્સ-રે અને લોહીની તપાસ કરવામાં આવશે. દાતા ઓફિસ આ પરીક્ષણ માટે એપોઇન્ટમેન્ટ નક્કી કરવા વિશે તમારો સંપર્ક કરશે. તમારે એપોઇન્ટમેન્ટ અથવા પરીક્ષણો માટે ચૂકવણી કરવાની જરૂર રહેશે નહીં.
એકવાર અમને વિશ્વાસ થઈ જાય કે તમે દાન કરવા માટે પૂરતા તંદુરસ્ત છો, પછી અમે દર્દી અને તેમની આરોગ્ય સંભાળ ટીમ સાથે કોઈ પણ સંબંધિત આરોગ્ય માહિતી શેર કરવા માટે તમારી પરવાનગી માંગીશું. અમે તમારી પરવાનગી વિના તમારી કોઈપણ માહિતી બીજાને આપીશું નહીં.
સ્ટેમ સેલ ની કાપણી
સ્ટેમ સેલ એ અપરિપક્વ કોષો છે જે તમારા શરીરમાં રક્તકણોનો પાયો છે: શ્વેતકણો જે ચેપ સામે લડે છે, લાલ રક્તકણો જે ઓક્સિજનનું વહન કરે છે અને ત્રાકકણો જે તમારા રક્તસ્રાવને અટકાવે છે. તમારા મોટાભાગના સ્ટેમ સેલ તમારા બોન મેરોમાં જોવા મળે છે. બોન મેરો એ તમારા શરીરમાં મોટા હાડકાંના કેન્દ્રમાં રહેલી જગ્યાઓમાંનો એક પદાર્થ છે. તમારા લોહીમાં કેટલાક સ્ટેમ સેલ પણ ફરતા હોય છે.
તમારા સ્ટેમ સેલની કાપણી કરવાની 2 રીતો છે:
- પેરિફેરલ બ્લડ સ્ટેમ સેલ (પીબીએસસી) હાર્વેસ્ટિંગ
- બોન મેરો હાર્વેસ્ટિંગ
દરેક પદ્ધતિનું વર્ણન નીચે કરવામાં આવ્યું છે. એક વખત અમને ખબર પડી જાય કે તમે સંભવિત દાતા છો કે નહીં, તો ડૉક્ટર, નર્સ પ્રેક્ટિશનર (એનપી) અથવા નર્સ તમારી સાથે આ પદ્ધતિઓની વધુ વિગતવાર ચર્ચા કરશે. તમે આમ પણ વાંચી શકો છો. \Allogeneic Donor Peripheral Blood Stem Cell Harvesting અને \About Bone Marrow Harvesting
પેરિફેરલ બ્લડ સ્ટેમ સેલ હાર્વેસ્ટિંગ
પીબીએસસી(PBSC). હાર્વેસ્ટિંગ એ એક પ્રક્રિયા છે જેનો ઉપયોગ તમારા લોહીમાંથી સ્ટેમ સેલ એકત્રિત કરવા માટે થાય છે. પેરિફેરલ લોહી એ લોહી છે જે તમારી રક્ત વાહિનીઓમાં વહે છે. તેમાં દરેક પ્રકારના રક્તકણોનો સમાવેશ થાય છે.
તમારી પ્રક્રિયા પહેલા
સ્ટેમ સેલ એકત્રીકરણ અને ગ્રોથ ફેક્ટર ઇન્જેક્શન
અમે તમારા લોહીમાંથી સ્ટેમ સેલ એકત્રિત કરી શકીએ તે પહેલાં તમારે ગ્રોથ ફેક્ટર નામની દવા લેવી પડશે. ગ્રોથ ફેક્ટર દવાને કારણે તમારું શરીર સામાન્ય કરતાં વધુ સ્ટેમ સેલ બનાવવાનું શરૂ કરશે. તે સ્ટેમ સેલને તમારા લોહીના પ્રવાહમાં ખસેડવાનું કારણ બને છે, જ્યાં તેને વધુ સરળતાથી એકત્રિત કરી શકાય છે. આ પ્રક્રિયાને એકત્રીકરણ કહેવામાં આવે છે.
ગ્રોથ ફેક્ટરની દવાઓમાં ફિલ્ગ્રાસ્ટિમ (Neupogen®) અને પ્લેરિક્સાફોર (Mozobil®)નો સમાવેશ થાય છે. આ બંને દવાઓ તમારા હાથ અથવા જાંઘના ઉપરના ભાગમાં ચરબીયુક્ત પેશીઓમાં ઇન્જેક્શન (શોટ) તરીકે આપવામાં આવે છે. તમે કાં તો એકલા ફિલ્ગ્રાસ્ટિમ લેશો અથવા ફિલ્ગ્રાસ્ટિમ અને પ્લેરિક્સાફોર બંને લેશો.
એક નર્સ તમને તમારી જાતને ઇન્જેક્શન કેવી રીતે આપવું તે શીખવી શકે છે, તમે પરિવારના કોઈ સભ્ય પાસેથી ઇન્જેક્શન મેળવી શકો છો અથવા તમે તમારા આરોગ્યસંભાળ પ્રદાતા સાથે અન્ય વ્યવસ્થા કરવા વિશે વાત કરી શકો છો. તમારે 5 થી 6 દિવસ સુધી દરરોજ ફિલ્ગ્રાસ્ટિમ ઇન્જેક્શનની જરૂર પડશે. જો તમે પણ પ્લેરિક્સાફોર લઈ રહ્યા છો, તો તે ઇન્જેક્શન 1 થી 2 દિવસ સુધી દરરોજ લેવાનું રહેશે.
આ દવાઓની સામાન્ય આડઅસરોમાં આ સામેલ છે:
- તમારા હિપ્સ, છાતી ના હાડકા, હાથ, પગ અને પીઠના નીચેના ભાગમાં હાડકામાં દુખાવો છે.
- ઓછા તાપમાન 99 °F થી 100 °F (37.2 °C થી 37.8 °C) નો તાવ.
- માથા નો દુખાવો
- ફ્લૂ જેવા લક્ષણો.
નિયમિત અથવા વધારાની શક્તિ એસિટામિનોફેન (ટાઈલેનોલ®) આ આડઅસરોને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. જો એસિટામિનોફેન મદદ ન કરે, તો તમારા ડૉક્ટરની ઓફિસનો સંપર્ક કરો. તમારા ડૉક્ટર અથવા એનપી(NP) એ કેટલીક વધુ પાવરની દવા પ્રિસ્ક્રાઈબ કરવાની જરૂર પડી શકે છે.
ટનલ્ડ કેથેટરપ્લેસમેન્ટ
અમે તમારા સ્ટેમ સેલ એકત્રિત કરીએ તે પહેલાં, અમારા દાતાના રૂમમાંથી એનપી(NP) અથવા નર્સ તમારી નસોની તપાસ કરશે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તે ઓપરેશન માટે પૂરતી મજબૂત છે કે નહીં. જો તેમ ન થાય તો ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટના ડિપાર્ટમેન્ટનો એક આરોગ્યસંભાળ પ્રદાતા તમારા હાંસડીના હાડકાની નજીક એક ટનલ્ડ કેથેટરને મોટી નસમાં મૂકશે. ટનલ્ડ કેથેટર એ સેન્ટ્રલ વેનસ કેથેટર (CVC)નો એક પ્રકાર છે. તેનો ઉપયોગ તમારા ઓપરેશન દરમિયાન કરવામાં આવશે અને એકવાર તમારો નમૂનો એકત્ર કરવાનું પૂર્ણ થયા પછી તેને દૂર કરવામાં આવશે. તમારી નર્સ તમને તેની સંભાળ કેવી રીતે લેવી તે શીખવશે અને તમને લેખિત માહિતી આપશે.
શું ખાવું
જેમ જેમ તમારા સ્ટેમ સેલ એકત્રથાય છે, તેમ તેમ તમારા લોહીમાં કેલ્શિયમનું સ્તર ઘટી શકે છે. અમે ભલામણ કરીએ છીએ કે તમે ડેરી ઉત્પાદનો અને કેલ્શિયમથી સમૃદ્ધ હોય તેવા અન્ય આહાર (જેમ કે ચીઝ, દૂધ, આઇસક્રીમ, લીલા પાંદડાવાળા શાકભાજી, ફોર્ટિફાઇડ અનાજ અથવા સમૃદ્ધ અનાજ) ખાવ અથવા પ્રિસ્ક્રીપ્શનવાળા કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ ® લો, જેમ કે Tums®. આ તમારા લોહીમાં કેલ્શિયમનું સ્તર વધારવામાં મદદ કરશે.
તમારી પ્રક્રિયા દરમિયાન
તમારી પીબીએસસી(PBSC)ની હાર્વેસ્ટિંગ મેમોરિયલ સ્લોન કેટરિંગ (MSK)ના બ્લડડોનર રૂમમાંથશે. સરનામું આ છે:
એમ.એસ.કે
1250 પ્રથમ એવેન્યુ ખાતે રક્ત દાન કક્ષ (પૂર્વ ની 67 મી અને 68 મી શેરીઓ વચ્ચે)
ન્યૂયોર્ક, NY 10065 .
તમારી એપોઇન્ટમેન્ટ સતત 2 દિવસ માટે હશે. દરેક એપોઇન્ટમેન્ટ સામાન્ય રીતે 3 થી 4 કલાકનો સમય લે છે.
જ્યારે તમે પલંગ અથવા આરામ ખુરશી પર હોવ ત્યારે હાર્વેસ્ટિંગ કરવામાં આવે છે. તમે તમારા હાથની આઇવી(IV) નળીઓ દ્વારા અથવા તમારા ટનલ્ડ કેથેટરદ્વારા મશીન સાથે જોડાયેલા હશો. લોહી નળીઓ દ્વારા ખેંચવામાં આવશે અને મશીન દ્વારા મોકલવામાં આવશે. મશીન તમારા સ્ટેમ સેલને એકત્રિત કરશે અને તમારું વધેલું લોહી તમને પાછું આપવામાં આવશે.
તમારી પ્રક્રિયા પછી
મોટાભાગના લોકો દાનના બીજા જ દિવસથી તેમની નિયમિત પ્રવૃત્તિઓમાં પાછા ફરી શકે છે. તમારા ઓપરેશન પછી અમે તમારો સંપર્ક કરીશું અને જોઈશું કે તમે કેવું અનુભવી રહ્યા છો.
બોન મેરો હાર્વેસ્ટિંગ
બોન મેરો હાર્વેસ્ટિંગ એ તમારા બોન મેરોમાંથી સ્ટેમ સેલ એકત્રિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રક્રિયા છે. બોન મેરોને તમારા શરીરમાં વિવિધ જગ્યાએથી દૂર કરી શકાય છે, જેમ કે તમારી છાતીનું હાડકું અને તમારા નિતંબની આગળ અને પાછળ. આને હાર્વેસ્ટિંગ સાઇટકહેવામાં આવે છે. હાર્વેસ્ટિંગની સૌથી સામાન્ય સાઇટ એ તમારા નિતંબનો પાછળનો ભાગ છે. તમારા ઓપરેશન માટે તમને જનરલ એનેસ્થેસિયા (તમને ઊંઘમાં લાવવા માટેની દવા) આપવામાં આવશે.
તમારી પ્રક્રિયા પહેલા
- તમારે તમારી પ્રક્રિયાના 2 અઠવાડિયા પહેલાં અમુક માત્રામાં લોહી (લગભગ એક પિન્ટ જેટલું) આપવાની જરૂર પડી શકે છે. જો જરૂર પડશે તો આ લોહી તમને રિકવરી રૂમમાં પાછું આપવામાં આવશે. આ પ્રક્રિયા પછી તમારા ઊર્જાના સ્તરને વધારવામાં મદદ કરશે.
- ઓપરેશન પછી તમને ઘરે લઈ જવા માટે તમારી પાસે સંભાળ રાખનાર જવાબદાર સાથી હોવો જરૂરી છે. આ એટલા માટે છે કારણ કે એનેસ્થેસિયાને કારણે તમને ઊંઘ આવશે.
ખાવા-પીવા માટેની સૂચનાઓ
એનેસ્થેસિયા માટે તૈયાર થવા માટે તમારે તમારા ઓપરેશનની આગલી રાત્રે અને તેની પહેલાં સવારે ખાસ સૂચનાઓનું પાલન કરવું પડશે.
- તમારી સર્જરીની આગલી રાત્રે મધરાતેથી (રાત્રે 12 વાગ્યે) ખાવાનું બંધ કરી દો.
- મધ્યરાત્રિથી તમારા આગમનના સમયના 2 કલાક પહેલાં સુધી, થોડા સ્પષ્ટ પ્રવાહી સિવાય બીજું કંઈ પણ ખાશો અથવા પીશો નહીં. તમારી કાળજી લેનાર ટીમ તમને શુદ્ધ પ્રવાહીની યાદી આપશે.
- તમારા આગમનના સમયના 2 કલાક પહેલાં પીવાનું બંધ કરો. આમાં પાણીનો પણ સમાવેશ થાય છે.
તમારી પ્રક્રિયા દરમિયાન
તમારૂ બોન મેરો હાર્વેસ્ટિંગ ઓપરેશન રૂમમાં કરવામાં આવશે. હાર્વેસ્ટિંગ સાઇટ સામાન્ય રીતે તમારા નિતંબના હાડકાંનો પાછળનો ભાગ હોય છે, તેથી તમે કદાચ તમારા પેટ પર સૂતા હશો. એકવાર તમે સૂઈ જાઓ, પછી તમારા ડૉક્ટર તમારી ત્વચા અને હાડકાંમાં એક સોય દાખલ કરશે જેથી મજ્જાને બહાર કાઢી શકાય.
બોન મેરોનું પ્રમાણ જે દૂર થશે તે દર્દીના વજન અને બીમારી પર આધાર રાખે છે. તમારું વજન અને કદ પણ તમે કેટલું ડોનેટ કરી શકો છો તેને મર્યાદિત કરી શકે છે.
પ્રક્રિયા પછી 2 થી 3 મહિનામાં તમારું શરીર કુદરતી રીતે અસ્થિમજ્જાને બદલી નાખશે.
તમારી પ્રક્રિયા પછી
જ્યારે તમે જાગશો, ત્યારે તમે પોસ્ટ એનેસ્થેસિયા કેર યુનિટ (PACU)માં હશો. તમારી હાર્વેસ્ટિંગ સાઇટ પર તમને થોડી પીડા અથવા દુ:ખાવો થઈ શકે છે. કોઈપણ તકલીફમાંથી રાહત મેળવવા માટે તમને દર્દની દવા મળશે. જો જરૂરી હોય, તો તમને ઘરે જ લેવા માટે દુખાવાની દવા માટેનું પ્રિસ્ક્રિપ્શન પણ મળશે.
મોટાભાગના લોકો બોન મેરો હાર્વેસ્ટિંગને દૂર કરવાના ઓપરેશનના દિવસે ઘરે જાય છે. તમને 7 થી 10 દિવસની અંદર સામાન્ય લાગવાનું શરૂ થઈ જવું જોઈએ, પરંતુ ઘણા લોકોને થોડા જ દિવસોમાં સારું લાગવા માંડે છે. તમને દુખાવાની દવાઓ અને ઘરે તમારી સંભાળ કેવી રીતે લેવી તે અંગેની વિશિષ્ટ સૂચનાઓ મળશે. અમે તમારા ઓપરેશન પછી પણ તમારો સંપર્ક કરીશું અને જોઈશું કે તમે કેવું અનુભવી રહ્યા છો.
તમે તમારી પ્રક્રિયા કર્યા પછી એક અઠવાડિયા સુધી કોઈપણ મુશ્કેલ કસરત (જેમ કે દોડવું, જોગિંગ અથવા એરોબિક્સ) કરી શકશો નહીં અથવા કોઈપણ રમત, જેમાં વ્યક્તિ સાથે સંપર્ક થઇ શકે, (જેમ કે ફૂટબોલ, સોકર અથવા બાસ્કેટબોલ) રમી શકશો નહીં.
તમારા ઓપરેશન પછી 2 મહિના સુધી આયર્નથી સભર સંતુલિત આહારનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. વધુ જાણવા માટે, Iron in Your Diet વાં કેટલાક લોકોએ તેમના બોન મેરોને રિકવર કરવામાં સહાય માટે પ્રક્રિયા પછી થોડા સમય માટે આયર્ન સપ્લિમેન્ટની ગોળીઓ લેવાની જરૂર હોય છે. જો તમે આમ કરશો તો તમારા ડૉક્ટર અથવા એનપી(NP) તમને સપ્લિમેન્ટ લેવાની યોજના જણાવશે.